કર્મભૂમિ માલસર

Dongreji Maharaj's base residence-was in village Malsar 
From Vadodara (gujarat) via Dabhoi and Sinor-you can reach to Malsar 
(about 60 KM from Vadodara and 5 KM from Sinor)

(anybody who has exact address and phone number-Please send me on
lalaji@sivohm.com )
......................................................................................................................................
માલસર વિશે.. 


નર્મદાનાં નીતર્યાં નીરે ડોંગરેજીનું માંગલ્યધામ માલસર

સિનોર ગામની ભાગોળેથી જમણી બાજુ જતાં માર્ગ ઉપર 5 કિ.મી. આગળ જતાં માલસર ગામ આવે છે. 

પુરાણ પ્રસિદ્ધ સ્થાન હોવા છતાં ડોંગરેજી મહારાજે અહીં નિવાસ કર્યો અને અહીં નર્મદાના જળમાં દેહત્યાગ કર્યા પછી માલસરનું નામ વધુ જાણીતું થયું.

માલસરમાં અન્ય પ્રાચીન મંદિરો હોવા છતાં યાત્રિકોનો ધસારો માત્ર શ્રી સત્યનારાયણ મંદિર- ડોંગરેજી મહારાજના આશ્રમમાં જ હતો. વિશાળ જગામાં આ સ્થાનનો ઘણો વિકાસ થયો છે. 

મંદિરનું મોટું ચોગાન, મોટી ભોજનશાળા,ધર્મશાળા, બગીચો તથા મહાત્મા માધવદાસજી અને ડોંગરેજી મહારાજનાં સમાધિ મંદિરો ઉપરાંત અહીં વૃદ્ધાશ્રમ પણ છે. 

આ સ્થાનને મહાત્મા માધવદાસજીએ જાગ્રત કર્યું. મહાત્મા માધવદાસજીનો જન્મ પૂર્વ બંગાળમાં થયો હતો. કૂચ-બિહારના જંગલખાતામાં નોકરી કરી, 25 વર્ષની વયે સંવત 1923-24 માં ગૌરાંગ સંપ્રદાયના ધર્મની દીક્ષા લીધી. તીર્થભ્રમણ કરતાં કરતાં તેઓને હિમાલયમાં એક સમર્થ ગુરુનો મેળાપ થયો.

માધવદાસજીએ મંત્રયોગને હઠયોગ સિદ્ધ કર્યા હતા. જનતાના રોગનિવારણ માટે ઔષધિઓનું અદભૂત સામથ્ય કેળવ્યું હતું. મુંબઈ પાસેના કનકેશ્વરી દેવીના સ્થાને બાર વર્ષ રીહ માત્ર મરચાં ખાઈને તેમણે યોગ સાધના કરી હતી.તેથી ત્યાં તેમને મરચિયા બાવા તરીકે ઓળખતા સેંકડો સાધુઓની જમાત સાથે અખંડ ભારતનાં તીર્થસ્થાનોનું ભ્રમણ કર્યા બાદ ગુજરાતમાં આવ્યા ત્યારે માત્ર 20- 25 સાધઓને સાથે રાખી અન્ય સાધુઓને વિદાય આપી. નર્મદા તટે ભ્રમણ કરતાં કરતાં તેમણે માલસરની નર્મદાકિનારાની જગાને મુકામ બનાવ્યો. 


તે સમયે અહીં જંગલ હતું અને ખાસ ચોક કહેવાતો હતો. તે સમયના છપ્પનિયા દુકાળમાં તેમના આશ્રમમાં રોજ સેંકડો સાધુ- અભ્યાગતો આવતા અને તમામને માટે ભોજનની વ્યવસ્થા કરતા હતા.

માલસરમાં આવેલા તમામ સ્થળો પૈકી અત્યાધિક આકર્ષણ જો કોઈ વાતનું હોય તો 
એ પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ છે. ચરૈવેતિનો સ્વભાવ ધરાવતા પૂ. બાબજીને અહીંની ભૂમિથી ખાસ લગાવ હતો, 
પ્રતિ વર્ષ અહીં એકાદ વાર કથા ન કરે ત્યાં સુધી ચેન ન પડે.. 
પરમાત્મા શ્રી કૃ્ષ્ણ સાથે સાક્ષાત સંવાદ કરનાર રામચંદ્ર ડોંગરેજીની પ્રત્યેક કથામાં અનેરો આનંદ આવતો,
પરંતુ અહીંના વ્યાસાસનની તો વાત જ કાંઈક ઓર હતી.. માટીના ઢગલા પર વ્યાસાસન બનાવાતુ,, 
જ્યાં તેઓ કૃષ્ણકથા કરતા..પટાંગણમાં ભારે ભીડ જામતી.. 
કરોડો શ્રોતાઓની આસ્થાનું કેન્દ્ર એવા બાબજી કથા કરે ત્યારે પવિત્ર શ્રાવણ કે અધિક માસમાં જાણે શુકદેવજી મહારાજ સ્વમુખે ભાગવત નારાયણનું ગાન કરી રહ્યા હોવાનો અનુભવ થતો.... 

માલસરમાં બાબજી એક મઢુલી જેવી ઓરડીમાં રહેતા.. 
ઓરડીમાં આજે પણ કણ કણમાં કૃષ્ણની પ્રતિતિ થાય છે. જ્યાં અનેક અનુષ્ઠાનો થયા છે એ ઓરડીમાં મન સ્વાભાવિક કૃષ્ણભક્તિમાં લીન થઈ જાય છે. 

બાબજી જે ભાગવતજી પોથીની પૂજા કરતા તે, તેમનો લાલો, એટલે કે બાલકૃષ્ણની ધાતુની મુર્તિ.. 
તેમની ત્રિકાળ સંધ્યાવંદનના સાધનો,, આચમનિ-તરભાણા સહિત ટોર્ચ અને 
તેમની રૂદ્દાક્ષની માળાઓ વિદ્યમાન છે. 

બરાબર ઓરડીની નીચે બાબજીનું મંદિર છે..સેવા-પૂજા અને પ્રભાતફેરી નિત્યક્રમ મુજબ થતી રહે છે...
શ્રદ્ધા અને વિશ્વાસના તાંતણે બંધાએલા ભક્તો વારે તહેવારે અહીં દર્શનાર્થે આવે છે.. 
અને નર્મદાની નીરમાં સ્નાન કરી વૈતરણી તર્યાનો  અનુભવ કરે છે.  

સંસ્કારના સિંચન કરતુ લખાણ પ્રકાશિત કરવામાં મને જરાય વાંધો નથી. શરત એટલી કે તે સૂદૂર સુધી સત્ય પહોંચાડે.   (સત્યં પરં ધિમહી-શ્રીમદ્ ભાગવત)

પુણ્યશ્લોક બાબજીને કોટી કોટી વંદન... 

જય શ્રી કૃષ્ણ... 

મેહુલ દવે.અમદાવાદ  davemehul523@gmail.com    
સુજ્ઞ લોકોના વાર્તાલાપ માટે - મો. 9428739911
................................................................................................................


નર્મદા મૈયાના પવિત્ર કિનારે પ.પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ માલસર આવેલી છે. આ પુણ્યસ્થળ માલસર જવા માટે અમદાવાદથી વડોદરા-ડભોઇ, શિનોર થઇને જવાય છે. અમદાવાદથી ૧૭૦ કિલોમીટર છે. સીધી બસ બપોરે ૧ વાગે એસ.ટી. સ્ટેન્ડથી ઊપડે છે. સાંજે ૬ વાગે પહોંચાડે છે. બાકી વડોદરા-ડભોઇ-શિનોરથી સગવડ મળે છે. શિનોરથી ૭ કિલોમીટર છે.

અહીં પ.પૂ. ડોંગરેજી મહારાજનો સેવાશ્રમ છે. અહીં નજીવા ચાજેઁ બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા અને એક વાર નાસ્તો આપવામાં આવે છે. સવારે ૫-૩૦ વાગે આરતી, પ્રાર્થનામાં યાત્રિકે હાજર રહેવાનું હોય છે. જો અહીં રહેવું હોય તો વ્યક્તિ વર્ષમાં ફક્ત એક માસ રહી શકે છે. જેનો નજીવો ચાર્જ લેવામાં આવે છે. અહીં અંગારેશ્વર મહાદેવનું ઐતિહાસિક સ્થળ આવેલું છે.

કચ્છી સેવાશ્રમમાં પણ સુંદર વ્યવસ્થા છે. બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા આપવામાં આવે છે. સવારે ૭-૩૦ વાગે, સાંજે ૭-૦૦ વાગે આરતી-પ્રાર્થનામાં હાજરી આપવાની હોય છે. વર્ષમાં એક વાર અમુક રૂપિયાથી અહીં આરતી ઊતરવા દેવાય છે. અહીં સત્યનારાયણ મંદિર, પંચમુખી હનુમાન, અંબાજી મંદિર વગેરે સ્થળો પણ છે. જેમાં પંચમુખી હનુમાનમાં રહેવા-જમવાની વ્યવસ્થા છે. પ.પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ સત્યનારાયણનું મંદિર છે.

દરેક જગા ખૂબ જ પવિત્ર વાતાવરણવાળી છે. વડ, આંબા, લીમડા, આસોપાલવ વગેરે લીલોતરીથી ખૂબ જ આનંદ આવે. નર્મદા મૈયાનાં ફક્ત દર્શનથી જ આપણાં પાપો નાશ પામે છે. કિનારાનાં અનેક પવિત્ર સ્થળોની મુલાકાત માટે ટેક્સીની વ્યવસ્થા હોય છે. અહીં શ્રાવણ અને ચૈત્ર માસમાં અનેક ધાર્મિક કાર્યક્રમો ચાલતા જ હોય છે અને અહીંનું વાતાવરણ પણ પવિત્ર હોય છે. દરેક કુટુંબે વર્ષમાં એકાદ વખત આવા આધ્યાત્મિક પવિત્ર સ્થળની મુલાકાત મનની શાંતિ માટે લેવી જ જોઇએ.

મારી યાત્રા, કનૈયાલાલ જોશી-દિવ્ય ભાસ્કર માં થી સાભાર